પટેલ સમાજ આયોજિત રામામંડળના ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્યએ આપી હાજરી, 5 હજાર લોકોની મેદની ઉમટી મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું હૈદરાબાદ ખાતે પટેલ સમાજ દ્વારા આજે ભવ્ય સન્માન થયું હતું. તાજેતરમાં વિધાનસભાના ચૂંટણી જંગમાં કાંતિલાલે ભવ્ય જીત મેળવી તે બદલ પટેલ સમાજ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હૈદરાબાદ ખાતે પટેલ સમાજ દ્વારા રામામંડળના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત પીઠડની રામામંડળની ટીમને બોલાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અંદાજે 5 હજાર જેટલા લોકોની ઉપસ્થિતી રહી હતી. સાથે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પટેલ સમાજ દ્વારા કાંતિલાલ અમૃતિયાનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર તેઓએ શાનદાર જીત મેળવી તે બદલ ત્યાંના પટેલ સમાજ દ્વારા તેઓને ખાસ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.