મોરબી : મોરબી ભાજપ યુવા મોરચા દ્વારા ગઈકાલે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું. તે પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં દિનરાત સેવા કાર્યો કરતા હસીનાબેન લાડકાનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. કોરોના મહામારીની પ્રથમ લહેર ઉપરાંત બીજી લહેરમાં કોરોના વોરિયર્સ તરીકે દર્દી નારાયણની સેવામાં ખડેપગે રહેનાર મોરબી સિવિલ હોસ્પિટલના તબીબોની સાથે સાથે સમાજ સેવિકા હસીનાબેન લાડકા દ્વારા હોસ્પિટલમાં દિવસ-રાત દર્દીઓની સેવા કરવામાં આવી હતી. એ ઉપરાંત જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અત્યાર સુધીમાં સેંકડો બિનવારસુ મૃતદેહોની અંતિમવિધિ કરવા બદલ તેમનું ભાજપ અગ્રણી વિક્રમસિંહ ઝાલા સહિતન આગેવનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..