ન્યૂડ વિડીયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી ગુરુગ્રામની યુવતી અને બે પુરુષોએ મળી પૈસા લીધા : મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલ સ્પામાં મસાજ માટે જતા વેપારીને સ્પાની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી કુલ 19,00,000 રૂપિયાની મત્તા પડાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં યુવતી, તેનો કથિત પતિ અને એક નકલી પોલીસ સહિત 3 સામે એફઆઇઆર દાખલ થઈ છે.મોરબીમાં કિરાણાની દુકાન ચલાવતા 31 વર્ષીય પુરુષે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અઢી વર્ષ પહેલા શનાળા રોડ પરના ઓસમ સ્પામાં મસાજ માટે જતા હતા. ત્યાં તેમની મુલાકાત પ્રિયા નામની યુવતી સાથે થઈ હતી. પ્રિયાનું સાચું નામ કાજલકુમારી રામજીભાઈ મહતો (ચૌહાણ) છે, જે હરિયાણાના ગુરુગ્રામની વતની છે. કાજલકુમારીએ પોતાની ઓળખ છૂટાછેડા લીધેલી અને એકલી રહેતી હોવાનું જણાવી વેપારીને લગ્નની જાળમાં ફસાવ્યા હતા.કાજલકુમારીએ વતનમાં ઘર બનાવવાના બહાને માર્ચ 2025 થી એપ્રિલ 2025 સુધીમાં 4,50,000 રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ અન્ય જરૂરિયાતો બતાવી કુલ 17,78,500 રૂપિયાની રોકડ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ ઉપરાંત વેપારી પાસેથી 1,21,500 રૂપિયાની સોનાની વસ્તુઓ અને 1,60,000 રૂપિયાના 2 મોબાઈલ પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા. આમ કુલ 19,00,000 રૂપિયાથી વધુની રકમ ખંખેરી લીધી હતી.જ્યારે વેપારીએ પોતાના પૈસા અને સામાન પરત માંગ્યા, ત્યારે કાજલે ન્યૂડ વિડીયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી. આ ગુનામાં સંજય નામના શખ્સે પોતે કાજલનો પતિ હોવાની ઓળખ આપી ધમકી આપી હતી. તેમજ અન્ય એક અજાણ્યા શખ્સે નાર્કોટિક્સ અને સાયબર ક્રાઈમના પોલીસ હોવાની ખોટી ઓળખ આપી વેપારીના પિતાને પણ ધમકાવ્યા હતા. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351(1), 319(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #HoneyTrap #CrimeNews #GujaratNews