મોરબી : મોરબી - રાજકોટ વચ્ચે ચાલતી ઇન્ટરસિટી બસના ડ્રાઈવરે મળી આવેલો કિંમતી મોબાઈલ ફોન મૂળ માલિકને પરત સોપી પ્રામાણિકતા દર્શાવી છે. ગઈકાલે મોરબીના નિલેશભાઈ સુરેશભાઇ પ્રજાપતિ જેઓ ઇન્ટરસિટી બસ મારફત રાજકોટ ગયા હતા. મુસાફરી દરમ્યાન તેઓનો અંદાજિત ₹ 30,000ની કિંમતનો મોબાઈલ ફોન પડી ગયો હતો. આ મોબાઈલ ફોન બસ ડ્રાઇવર વિજયભાઈ ભાનુભાઈ બારોટને મળ્યો હતો. તેથી વિજયભાઈ બારોટે આજે આ મોબાઈલ મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.