ટંકારા : મૂળ ટંકારાના અને હાલ વાંકાનેર ડેપોમાં ફરજ બજાવતા કન્ડક્ટરે મુસાફરનું બસમાં ભુલાઈ ગયેલું લેપટોપ તેમને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.ટંકારાના રહેવાસી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના પુત્ર એવા જગદીશભાઈ ભરવાડ જેઓ હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે. તેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટમા હતી. તે દરમિયાન એક મુસાફર તેમનું લેપટોપ અને બેગ બસમા જ ભુલી ગયા હતા. ત્યારબાદ જગદીશભાઈને તે બેગ મળતા તે બેગ અને લેપટોપ મુળ માલિકની ખરાય કરીને મોરબી ડેપો ખાતે અધિકારી ની હાજરીમા પરત કરીને પ્રામાણિકતાનો પરચો આપ્યો હતો. આ વેળાએ રાજકોટ વિભાગના કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા અને વાંકાનેર એસટી ડેપોના અધિકારીઓને તેઓને અભિનંદન પાઠવ્યા છે.