મોરબી : મોરબીની એલઈ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનો થેલો રીક્ષામાં ભુલાઈ જતાં રિક્ષા ચાલકે પ્રામાણિકતા દાખવીને આ થેલો પરત કર્યો છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો બે મહિના પહેલા એલઈ એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી મહેબુબભાઈની રીક્ષામાં થેલો ભૂલી ગયો હતો. જો કે ત્યારબાદ મહેબૂબભાઈ હજયાત્રાએ ચાલ્યા ગયા હોય એક મહિના બાદ તેઓ હજયાત્રાએથી પરત ફર્યા હતા અને રીક્ષામાં વિદ્યાર્થી જે રીતે વાત કરતો હતો તેના પરથી મહેબૂબભાઈને અંદાજો આવ્યો હતો કે વિદ્યાર્થી એલઈ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહે છે. તેથી એક મહિના પહેલા મહેબૂબભાઈ એલઈ કોલેજ પહોંચ્યા હતા અને ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ મુનાભાઈ પરમારને આ થેલો સોંપ્યો હતો. ત્યારબાદ એક મહિના પછી વિદ્યાર્થી આવ્યો હતો અને મુનાભાઈ પરમારે આ થેલો વિદ્યાર્થીને પરત સોંપ્યો હતો. આમ રિક્ષા ચાલકે પ્રામાણિકતા દાખવીને થેલો મૂળ માલિકને પરત કર્યો હતો.