હળવદ : હળવદ નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ મારુડાને હળવદમાંથી રૂ.40 હજારની કિંમતો હાઇફાઇ મોબાઈલ મળી આવ્યો હતો. આથી આ સફાઈ કર્મચારીએ આ મોબાઈલના મૂળ માલિકને શોધીને આ મોબાઈલના મૂળ માલિક સચિનભાઈ હોવાની ખરાઈ થતા સફાઈ કર્મચારીએ તેમને મેળેલો મોબાઈલ મૂળ માલિકને પરત આપીને પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું. આ સફાઈ કર્મી નિષ્ઠાભેર સફાઈ કરીને ગામ સ્વચ્છ રાખે છે. તેમને મળેલો મોબાઈલ માત્ર બે કલાકમાં જ મૂળ માલિકને પરત સોંપી દીધો હતો.