ઉદ્યોગપતિ ભરતભાઈ ભટ્ટ રાખડી કુરિયર કરવા ગયા ત્યારે લેપટોપ બેગ ઓફિસમાં જ ભૂલી ગયા હતા: કુરિયર સ્ટાફે સામેથી ફોન કરી સામાન હેમખેમ પરત કર્યોમોરબી અપડેટ : આજના સમયમાં જ્યાં કિંમતી વસ્તુઓ ખોવાઈ જવાની કે ગેરમાર્ગે જવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે મોરબીમાં મારુતિ કુરિયર સ્ટાફની પ્રામાણિકતાનું એક સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે. મોરબીના ઉદ્યોગપતિ ભરતભાઈ પ્રવિણચંદ્ર ભટ્ટ પોતાનું લેપટોપ અને રોકડ રકમ ભરેલું બેગ ભૂલી ગયા હતા, પરંતુ કુરિયર સ્ટાફે પ્રામાણિકતા દાખવીને આ તમામ સામાન તેમને સુરક્ષિત પરત કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, ઉદ્યોગપતિ ભરતભાઈ પ્રવિણચંદ્ર ભટ્ટ સાંજના સમયે રાખડી કુરિયર કરવા માટે મારુતિ કુરિયરની ઓફિસે ગયા હતા. તેમની સાથે એક લેપટોપ બેગ પણ હતી, પરંતુ ઉતાવળમાં તેઓ પોતાની લેપટોપ બેગ કુરિયર ઓફિસમાં જ ભૂલી ગયા હતા. ઘટનાના લગભગ 30 મિનિટ બાદ મારુતિ કુરિયર તરફથી ભરતભાઈને સામેથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે, 'તમારું લેપટોપ બેગ કુરિયર ઓફિસમાં ભૂલાઈ ગયું છે, જેથી અહીં આવીને લઈ જશો.'આ જાણકારી મળતા જ ભરતભાઈ તાત્કાલિક મારુતિ કુરિયર ખાતે પહોંચ્યા હતા. જ્યાં કુરિયર સ્ટાફ દ્વારા તેમનું લેપટોપ બેગ જેમનું તેમ પરત કરવામાં આવ્યું હતું. બેગમાં રહેલું લેપટોપ તેમજ રોકડ રકમ સહિતનો તમામ સામાન સંપૂર્ણ સુરક્ષિત હતો.આ ઘટનાથી ખુશ થયેલા ભરતભાઈએ મારુતિ કુરિયરના સ્ટાફની પ્રામાણિકતાની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે અને સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે. મારુતિ કુરિયરના સ્ટાફે પણ પારકા ધનને હાથ ન લગાવીને પોતાની પ્રામાણિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Honesty #MarutiCourier #PositiveNews #MorbiCity