હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામના વૃધ્ધ ગઈકાલે હળવદ માર્કેટ યાર્ડમાં રાઈ વેચવા માટે આવ્યા હતા. પાકના આવેલ રૂપિયા ૮૦ હજાર થેલીમાં લઈ પરત પોતાના ગામ જઈ રહ્યા હતા. તે વેળાએ સરા રોડ પર આવેલ ઢવાણી દાદાના મંદિર પાસે થેલી પડી ગઈ હતી.જેથી આ પૈસા જો કોઈને મળે તો આ વૃધ્ધને પરત કરી દેવા માટે અપીલ પણ કરાઈ હતી. જેથી હળવદના જ એક વ્યક્તિને પૈસા મળતા તેને પરત કરી પ્રમાણિકતા દાખવી છે. ધનાળા ગામે રહેતા ૭૨ વર્ષના પ્રભુભાઈ ભવાનભાઈ ઉધડ જમીન રાખી ખેતી કામ કરે છે રાઈનો પાક તૈયાર થતાં તેઓ હળદળ માર્કેટ તેને વેચવા માટે આવ્યા હતાં.જેથી રૂપિયા ૮૦ હજાર થેલીમાં મૂકી પરત પોતાના ગામ ધનાળા જઈ રહ્યા હતા ત્યારે હળવદના સરા રોડ પર આ થેલી પડી જતા વૃધ્ધ ચિંતામાં મુકાયા હતા. જોકે આ પૈસા ભરેલી થેલી હળવદ શહેરમાં જ રહેતા કલ્પેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિને મળતા તેઓ દ્વારા વૃધ્ધનો સંપર્ક કરી રૂપિયા ૮૦ હજાર પરત કરી પ્રમાણિકતા દાખવી છે.