ખેડુતોને સજીવ ખેતી તરફ વાળવા માતૃભૂમિ વંદના ટ્રસ્ટનું પ્રેરણાદાયી કદમ મોરબી : મોરબીમાં ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટે પ્રેરણાદાયી કદમ ઉઠાવ્યું છે.જેમાં રામનવમીએથી મોરબીમા માતૃભૂમિ ઓર્ગેનીક ગ્રાહક ભંડાર શરૂ કરવામાં આવશે.જેમાં સજીવ ખેતી દ્વારા થતી કેમિકલ મુક્ત વસ્તુઓ પુરી પાડવામાં આવશે. મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દેશહિતના કાર્યોમાં અને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય છે.જોકે ખેડૂતો માટે સજીવ ખેતી તમામ રીતે ફળદાયી હોવાથી ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટે માતૃભૂમિ ઓર્ગેનિક ગ્રાહક ભંડાર શરૂ કરવાનું આવકારદાયી કદમ ઉઠાવ્યું છે.જેમાં આવતીકાલે રામનવમીના પવન પર્વ નિમિત્તે તા.14ને રાત્રે 8-30 કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ સ્વાગત ચોકડી પાસેની સ્વાગત ચેમ્બરમાં માતૃભૂમિ ઓગેનિક ગ્રાહક ભંડારનો શુભારંભ કરવામાં આવશે.આ ગ્રાહક ભંડાર દરરોજ સાંજના 4 થી 7 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.જેમાં ગોળ, ખાંડ, સીધાલુણ, તેલ અને માટીના વાસણ સહિતની ઓર્ગેનિક વસ્તુઓ મળશે.જેના માટે વધુ વિગત મેલળવા 94299 12689 અને 94284 74485 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news