મોરબી : મોરબી જીલ્લાના ખાખરેચીના વતની અને છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ગુણવંતભાઈ આરદેસણાએ પોતાના વતન ખાખરેચીમાં આવેલી સાર્વજનિક હાઈસ્કુલની મુલાકાત લીધી હતી.આ તકે શાળામાં વર્ષ દરમિયાન થતી વક્તૃત્વ સ્પર્ધા, શિક્ષક દિવસ, મહેંદી સ્પર્ધા, રમત-ગમત જેવી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને 'મા-બાપને ભૂલશો નહીં' ફોટો ઈનામમાં આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર હાઈસ્કુલના તમામ બાળકોને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ વિકીભાઈ ફુલતરીયા દ્વારા ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળા પરિવાર દ્વારા ગુણવંતભાઈ આરદેસણાનું શાલથી તેમજ વિકીભાઈ ફુલતરીયા અને ધનજીભાઈ સંખેસરિયાનું પુસ્તક આપીને સન્માન કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.