સરકારની પ્રવાસન નીતિ અંતર્ગત રાજકોટ, મોરબી જિલ્લાનો આવતીકાલે મોરબીમાં સયુંકત વર્કશોપ મોરબી : રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવી પ્રવસીઓને હોટલની સાથે સાથે કાઠિયાવાડી મહેમાન ગતિ માટે ઘડી કઢાયેલી હોમસ્ટે પોલીસીથી લોકોને આર્થિક ઉપાર્જન કેમ કરી શકાય તે સમજાવવા આવતીકાલે મોરબી ખાતે રાજકોટ અને મોરબી જિલ્લાનો વર્કશોપ મોરબીના ટાઉનહોલ ખાતે યોજાશે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનાર પ્રવાસીઓને હોટલના વિકલ્પ ઉપરાંત સ્થાનિક લોકોના આવાસમાં પણ રોકાઈ, ઘરના વાતાવરણમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, રીતી રીવાજો તથા ભોજનની અનુભુતી મેળવી શકે તે હેતુથી હોમસ્ટે પોલીસી વર્ષ ૨૦૧૪થી અમલમાં મુકવામાં આવી છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારની હોમસ્ટે પોલીસી અંતર્ગત સ્થાનિક લોકો પોતાના આવાસો રજીસ્ટર કરાવી પોતાની આજીવિકા ઉપાર્જનનું સાધન બનાવી સ્વાવલંબી બની શકે છે. આ હોમસ્ટે પોલીસી અન્વયે, પોલીસીના પ્રચાર-પ્રસાર સંદર્ભે ગુજરાત પ્રવાસન નિગમ લિ. ગાંધીનગર દ્વારા પ્લાનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર(એપાર્ક)ને 'તાલીમ તથા જાગૃતિ અભિયાન યોજવાની કામગીરી સોંપેલ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાએ મોરબી નગરપાલિકા ખાતે તમામે સ્ટેક હોલ્ડર્સ, સરકારી અધિકારીઓ, ટુર ઓપરેટર્સ, ટુરીસ્ટ ગાઈડ, હોમ સ્ટે માલિકો, ઈચ્છુક આવેદન કર્તા વગેરે માટે મોરબી નગર પાલિકા સંચાલિત ટાઉનહોલ ખાતે આવતીકાલે સવારે ૧૧ થી ૧૨ એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે જેથી મોરબી શહેર જિલ્લામાં હોમસ્ટે માટે ઇચ્છુક લોકોએ આ વર્કશોપનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.