જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્ય અને ભાજપ સંગઠન સાથે બેઠક બાદ પોલીસ સાથે બેઠક મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી દોડી આવ્યા છે ત્યારે મોરબી આગમન બાદ સૌ પ્રથમ જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્ય અને ભાજપ સંગઠન સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગૃહમંત્રી પોલીસ સાથે બેઠક યોજશે. આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા છે, આજે મોરબી આગમન બાદ સૌ પ્રથમ ગૃહમંત્રીએ સાંસદ અને ધારાસભ્ય તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠક બાદ ગૃહમંત્રી જિલ્લા પોલીસવડા અને પોલીસ તંત્ર સાથે બેઠક યોજનાર હોવાનું જાણવા મળ્યું છે.