મોરબી : મોરબી અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા એક નવતર પ્રયોગના ભાગરૂપે ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવી રહ્યો છે જેમાં હાથ વણાટના શુદ્ધ અને સાત્વિક ખાખરા બનાવી મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ સ્ત્રીઓને કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે અને સ્વમાનભેર જીવન જીવે તે હેતુ સાથે આ મોરબી અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ગૃહ ઉદ્યોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગૃહ ઉદ્યોગ મારફતે અત્યારે 12 બહેનો રોજીરોટી મેળવે છે. પરંતુ 500 બહેનોને રોજીરોટી આપવાનું સખીમંડળનું ધ્યેય છે. જરૂરિયાત વાળી બહેનો માટે સખી મંડળના દરવાજા હંમેશા ખુલા રહેશે તેમ સખી મંડળના પ્રમુખ રંજનબેન, પ્રમુખ કાજલબેન, મંત્રી નયનાબેન બારા તેમજ સભ્યોએ જણાવ્યું છે અને આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે મોરબીના મહિલાઓએ તા.11 મેના રોજ બપોરે 3-30 વાગે અર્પિત મહિલા ટ્રસ્ટ, જ્ઞાન પથ સ્કૂલની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે શુભારંભ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ પાઠવાયું છે.