મોરબી: મોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રવાપર રોડ પર સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ અને ન્યુ એરા સ્કૂલ પાસેથી મહેશ્વરી દિલપેશ નંદકિશોરભાઈનું પર્સ ખોવાઈ ગયું હતું. આ દરમિયાન ફરજ પર તૈનાત હોમગાર્ડ જવાન બી. એમ. પરમાર (S.No. 602) અને પી. સી. રવેશિયા (S.No. 565) ને આ પર્સ મળી આવ્યું હતું. પર્સમાં રોકડ રકમ તેમજ મહત્વના દસ્તાવેજો હોવા છતાં, બંને જવાનોએ તુરંત જ મૂળ માલિકની શોધખોળ કરી હતી અને તમામ ચીજવસ્તુઓ સાથેનું પર્સ સુરક્ષિત રીતે તેમને પરત સોંપ્યું હતું. જવાનોની આ ઉમદા કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.#Morbi #Honesty #HomeGuard #MorbiUpdate #RavaparRoad #Police #Gujarat