મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામમાં બુધવારે હોમ-હવન કરવામાં આવનાર છે. લૂંટાવદર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમિયા ગરબી મંડળ દ્વારા આગામી તા. 13ને બુધવારના રોજ આઠમના દિવસે હોમ-હવન રાખેલ છે તથા ઉમિયા સાઉન્ડના સથવારે અર્વાચીન ગરબા કનુભાઈ સિંધવ દ્વારા રજુ કરવામાં આવશે. જેમાં જોગણી રાસ, ભુવા રાસ, ત્રિશુલ રાસ (માહિસાશૂર વધ), તલવાર રાસ તથા બાળાઓ દ્વારા બનાવેલું નાટક પાર્વતીની મોજડી અને શિવાજીનું હાલરડું રજૂ કરવામાં આવશે. તો સર્વે ગ્રામજનો તથા બહાર ગામના લોકોને ઉમિયા ગરબી મંડળ દ્વારા યાદીમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..