શ્રાવણ માસના દર સોમવારે રુદ્રી, ધ્વજારોહણ, 108 દીવાની દીપમાલા અને મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનમોરબી અપડેટ : મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ખાતે અંદાજિત 125 વર્ષ જૂનું અતિ પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધારમાં જે તે સમયે મોરબીના તત્કાલીન રાજા લગધીરજી બાપુએ પણ વિશેષ રસ દાખવ્યો હતો. દેશ આઝાદ થયા બાદ જાહેર મિલકતો અંગેના નિયમો અનુસાર વહીવટકર્તાઓ અને કાર્યકરો દ્વારા વર્ષ 1962માં ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. હાલ સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલા આ પૌરાણિક મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક મહોત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જડેશ્વર મહાદેવ સેવા મંડળ (ટ્રસ્ટ) દ્વારા શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રાવણ માસના દર સોમવારે નીચે મુજબના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: • સવારે 4:30 થી 5:30: વહેલી સવારે રામ પ્રહરમાં નીજ ગૃહમાં રુદ્રી • સવારે 9:00 કલાકે: ભાગ્યશાળી દાતાઓના હસ્તે ધ્વજારોહણ • બપોરે 12:00 કલાકે: બ્રહ્મભોજન (ભંડારો) • સાંજે 5:00 કલાકે: કાર્યકરોના હસ્તે વિશેષ શૃંગાર દર્શન • સાંજે 7:00 કલાકે: 108 દીવાની ભવ્ય દીપમાલા • સાંજે 7:30 કલાકે: મહાઆરતી • દર સોમવારે સાંજે: ફરાળ તેમજ પ્રસાદ વિતરણઆ ધાર્મિક કાર્યક્રમોમાં પોતાના સ્વજનોની સ્મૃતિમાં, લગ્નની વર્ષગાંઠ કે જન્મદિવસને યાદગાર બનાવવા માંગતા ભાવિકો તારીખ કે તિથિ ટ્રસ્ટ ઓફિસ ખાતે નોંધાવી શકે છે. વધુ વિગતો માટે ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ ભટ્ટ (મો. 99099 58188) અથવા યશવંતભાઈ જોશી (મો. 99747 68005) નો સંપર્ક કરવા જણાવાયું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વ ધર્મપ્રેમી જનતાને દર્શન-પૂજનનો લાભ લેવા ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #JadeshwarMahadev #ShravanMaas #MorbiNews #MorbiUpdate #Mahadev #Shravan2026 #MorbiTemple #GujaratNews