મોરબી : મોરબીના રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ સામે આવેલી વિશ્વકર્મા સોસાયટી ખાતે આગામી તારીખ 2 માર્ચ, 2026 ને સોમવારના રોજ હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પવિત્ર અવસરે રાત્રે 8:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે.હોળી એટલે આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય. આ તહેવાર નિમિત્તે સૌને પોતાના જૂના મતભેદો હોળીની જ્વાળામાં હોમીને એકતાના દર્શન કરાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. હોળી પ્રગટાવવાના સમયે રાત્રે ઢોલ, નગારા અને દુહાની રમઝટ બોલાવવામાં આવશે, જે વાતાવરણને વધુ ઉત્સાહિત અને ભક્તિમય બનાવશે.આ ધાર્મિક કાર્યક્રમમાં આજુબાજુની સોસાયટીના રહીશો અને ધર્મપ્રેમી જનતાને પણ દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ વિશ્વકર્મા સોસાયટીના પ્રમુખ એ.કે. થોરિયાની એક યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #HolikaDahan #Holi2026 #VishwakarmaSociety #RavaparRoad #FestivalOfColors