29 ઓગસ્ટે હરરાજીનો છેલ્લો દિવસ, સવારે 10 વાગ્યાથી નવી આવક બંધ: 7 સપ્ટેમ્બર સોમવારથી નિયમિત કામકાજ શરૂ થશેમોરબી અપડેટ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) મોરબી દ્વારા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનની માંગણીને ધ્યાને રાખીને આગામી પવિત્ર 'જન્માષ્ટમી' ના તહેવાર નિમિત્તે અનાજ વિભાગમાં તા. 31/08/2026 થી તા. 6/09/2026 સુધી રજા જાહેર કરવામાં આવી છે.માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ જનરલ કમિશન એજન્ટો, વેપારીઓ તેમજ ખેડૂત ભાઈઓને જણાવાયું છે કે, તા. 29/08/2026 ને શનિવારના રોજ હરરાજીનો છેલ્લો દિવસ રહેશે. અને તા. 29/08/2026 ને શનિવારે સવારે 10 વાગ્યાથી માલની નવી આવક બંધ કરવામાં આવશે. તહેવારોની રજાઓ બાદ તા. 6/09/2026 ને રવિવારના રોજ બપોર પછીથી માલની આવક ફરી શરૂ કરવામાં આવશે. તા. 7/09/2026 ને સોમવારથી રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે.આથી માર્કેટયાર્ડ ખાતે માલ વેચવા આવતા તમામ ખેડૂતો અને સંલગ્ન વેપારીઓને ઉપરોક્ત દિવસો દરમિયાન જણસી ન લાવવા તેમજ તંત્ર દ્વારા જાહેર કરાયેલા સમયપત્રકની નોંધ લેવા ઈન્ચાર્જ સેક્રેટરી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketingYard #JanmashtamiVacation #GrainMarket #FarmerNews #ShanalaRoad #MorbiNews