મોરબી : ચાલુ નાણાકીય વર્ષ પુરૂ થતુ હોય તેથી વેપારીઓને હિસાબોનું કાર્ય પુર્ણ કરવાનુ હોવાથી તા.૨૬-૩-૨૦૨૫ થી તા.૩૧-૩-૨૦૨૫ સુધી મોરબી યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે. તા.૨૪-૩-૨૦૨૫ને સોમવારના સવારના ૧૦-૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યારબાદ આવક બંધ કરવામાં આવશે. ઉતરાઈ કરવા દેવામાં આવશે નહી. તા.૨૫-૩-૨૦૨૫ને મંગળવારના રોજ પેન્ડીંગ માલની હરરાજી લેવામાં આવશે. તા.૩૧-૩-૨૦૨૫ને સોમવારના રોજ બપોરના ૪-૦૦ વાગ્યાથી આવક આવવા દેવામાં આવશે. તા.૧-૪-૨૦૨૫ને મંગળવારના રોજ અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરરાજીનુ કામકાજ શરૂ કરવામાં આવશે. રજાના દિવસોમાં વેપારીઓએ સેડ ઉપરથી પોતાનો માલ ઉપાડી લેવાની ખાસ સુચના આપવામાં આવે છે. તેમ મોરબી માર્કેટિંગ યાર્ડની યાદીમાં જણાવાયુ છે.