બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ કલેક્ટર સ્વપ્નિલ ખરેનો મહત્વપૂર્ણ નિર્ણયમોરબી : હવામાન વિભાગ દ્વારા આવતીકાલે શનિવારે પણ મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે સંભવિત પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત મોરબી જિલ્લામાં આવેલી ધોરણ 1 થી 12 ની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી (પ્રાઈવેટ) શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા કે જોખમ ન ઊભું થાય તે માટે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આદેશ જારી કરીને તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા ઘોષિત કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Morbi #HeavyRainWarning #SchoolHoliday #MorbiCollector #GujaratRain