મોરબી : મોરબીના જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલે તારીખ 9 માર્ચ ને રવિવારના રોજ સાંજે 4-30 કલાકે હોળીના રસીયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિલકંઠ મહાદેવ મહિલા મંડળ, ગાયત્રી મહિલા મંડળ તથા વૈદેહી સંત્સંગ સંસ્થાન મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. તો દરેક ભક્તજનોને પધારવા જલારામ ધામ મહિલા મંડળ-મોરબી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.