ઘોંઘાટીયા સાયલેન્સર અને બ્લેક ફિલ્મવાળી કાર તથા નંબર પ્લેટ નહિ લગાવનાર વાહનચાલકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસુલાયો મોરબી : મોરબી પોલીસ દ્વારા હોળી-ધૂળેટી તહેવાર અનુસંધાને બૂલેટમાં મોડીફાઇડ કરેલ સાયલેન્સર અને બ્લેક ફિલ્મવાળી કાર તથા નંબર પ્લેટ નહિ લગાવનાર વાહનચાલકો તથા દારૂ પીધેલા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હોળી-ધુળેટી તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં વાહન ચેકીંગ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. જેથી, જીલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક અસરકારક અને દાખલારૂપ કાર્યવાહી કરવા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપતા ના.પો.અધિ. મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા ડમ્પરો, મોટર-કાર તથા બુલેટ મોટર સાયકલોના ચાલકો, જે ઓવર સ્પિડમાં તેમજ ભયજનક રીતે ચલાવીને નીકળેલ તથા અડચણરૂપ પાર્કિંગ કરેલ વાહનોને ઝડપી પાડયા હતા. જેના અનુસંધાને (IPC ની કલમો હેઠળ) 14 કેસો નોંધાયા તથા નંબર પ્લેટ વગરના, ગેરકાયદેસર લખાણ, સુશોભીત નંબર તથા ડબલ સાયલેન્સરવાળા વાહનોને એમ.વી.એકટ 207 મુજબ 74 વાહનો ડીટેઇન કરાયા હતા. તથા 5 કેસમાં દારૂ પીને વાહન ચલાવતા પકડેલ (MVACT 185 મુજબ) તથા નંબર પ્લેટ વગરના, ગેરકાયદેસર લખાણ, સુશોભીત નંબર, શીટ બેલ્ટ વગરના, કાળા કાચવાળા, વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનુ લાયન્સ સાથે નહિ રાખેલ હોય તેવા તેમજ રોંગ સાઇડમાં તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા નીકળેલ 24 વાહનચાલકો વિરૂધ્ધ કેસ કરી તેનો સ્થળ પર કુલ રૂ. 1,02,900નો દંડ વસુલ કરેલ હતો. આમ, વાહનચાલકો વિરૂધ્ધ દાખલારૂપ કાર્યવાહી કરેલ છે તથા મોરબી જિલ્લામાં દારૂ પીવા તેમજ વેચાણના બુટલેગર ઉપર કુલ 57 કેસ દાખલ કરેલ છે.