જાહેર સ્થળોએ મહાપાલિકાએ લગાવ્યા હોર્ડિંગ મોરબી : મોરબી મહાપાલિકાએ જેટલા લોકોને જાહેરમાં એકી કરતા પકડયા છે તેઓના ફોટો સાથેના હોર્ડિંગ સરદારબાગ ખાતે લગાવાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં થતી ગંદકી રોકવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં મહાપાલિકાની ટીમે અનેક લોકોને જાહેરમાં એકી કરતા પકડી લઈ રૂ.200-200નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સરદારનગર ખાતે એક મોટા બેનરમાં એકી કરતા પકડાયેલા લોકોના ફોટો પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકા જાહેરમાં થતી ગંદકી રોકવા માટે સરાહનીય કામગીરી કરી રહી છે. પણ લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે મહાપાલિકા પૂરતા પ્રમાણમાં જાહેર સ્થળો ઉપર યુરિનલની સુવિધા ઉપલબ્ધ કરાવે. અનેક બજારો એવી છે જ્યાં ભરચક્ક ટ્રાફિક હોય છે પણ દૂર દૂર સુધી યુરિનલની સુવિધા ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.