મોરબી : વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં ઠેર ઠેર ભયજનક હોર્ડિંગ્સ ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં ટંકારા બાદ મોરબી હળવદ હાઇવે ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. લોકોની સુરક્ષા અર્થે રહેણાંક વિસ્તારો તેમજ રસ્તાઓ પર આવેલા હોડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અનવ્યે મોરબી મામલતદારના માર્ગદર્શન હેઠળ મામલતદાર ઓફિસની ટીમ સાથે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની સંયુક્ત ટીમ બનાવી મોરબી હળવદ રોડ પર આવેલા ભયજનક હોડીંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડ પર આવેલા વિવિધ હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર સહિત હટાવી દેવામાં આવ્યા હતા.