મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ/બોર્ડ લગાવવા અંગે મંજૂરી સૂચના જારી કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે કે, શહેરની સુંદરતા, નિયંત્રિત વિકાસ અને કાયદેસર જાહેર ખબર પ્રણાલી માટે મહાનગરપાલિકા દ્વારા ખાનગી માલિકીની જમીન અથવા મકાન પર હોર્ડિંગ/બોર્ડ લગાવવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.જે અંતર્ગત માલિકીના દસ્તાવેજો, સ્થળની વિગતો તથા નિયત ફી સાથે મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ શાખામાં અરજી ફરજિયાત કરવાની રહેશે. મંજૂરી મળ્યા પછી જ હોર્ડિંગ/બોર્ડ લગાવવાની પરવાનગી મળશે. બોર્ડની ઊંચાઈ અને સ્થાનિક ટ્રાફિક સલામતી અને શહેરી સુરક્ષાના ધોરણો અનુસાર જ આ મંજૂરી આપવામાં આવશે. મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડિંગ/બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું છે.