રબારી પરગણા સમાજના દુધરેજ મંદિરના મહંતશ્રી કનીરામબાપુ હળવદ આવી પહોંચ્યા હળવદ : કચ્છ ઢેબર રબારી સમાજ દ્વારા આયોજીત સદગુરૂ ગૌરવ યાત્રા આજે સાજે હળવદ આવી પહોચતા મહંતશ્રી તથા સાધુ સંતોનુ પરંપરાગત રીતે બાઈક રેલી યોજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રબારી સમાજના આગેવાનો, યુવાનો કારોના કાફલા સાથે મોટી સંખ્યામાં હળવદના મુખ્ય માર્ગેથી જય ગોગાના નાદ સાથે વાજતેગાજતે નિકળ્યા હતા. હળવદમા આજે સાંજે રબારી પરગણા સમાજના દુધરેજ મંદિરના મહંતશ્રી કનીરામબાપુ આવી પહોંચ્યા હતા. ત્યારે હળવદમા રબારી સમાજ દ્વારા પરંપરાગત પહેરવેશ પહેરી તથા વિશાળ સંખ્યામાં બાઈકરેલી યોજી હતી. આ પ્રસંગે હળવદ રબારી પરગણા સમાજમોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ બાઈક રેલી બાદ હળવદ વિનોબાભાવે મેદાનમાં મહંત કનીરામબાપુએ આશીર્વચન આપ્યા હતા. આ વેળાએ રબારી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા.