મોરબી: આજરોજ તારીખ 2 ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ એઈડ્સ દિવસના ભાગરૂપે HIV અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નર્સિંગ સ્કૂલના બહેનો દ્વારા રંગોળી દોરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં GSNP+દ્વારા ચલાવવામાં આવતા EMTCT સ્વેત્તાના પ્રોજેક્ટ ઓફિસર તેમજ ફિલ્ડર કો-ઓર્ડિનેટર તેમજ સરકારી હોસ્પિટલમાંથી આઈ.સી.ટી.સી. સ્ટાફ, ART સ્ટાફ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ તેમજ નર્સિંગ સ્કૂલની બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ મોરબી ART નોડલ ઓફિસર ડો. દુધરેજીયા, આર.એમ.ઓ. ઓફિસર ડો. સરડવા, એ.આર. ટી. એમ. ઓ ડો. પાડલીયા બહેન તેમજ પેથોલોજી ડો. મિશ્રાબહેન હાજર રહ્યા હતા. ત્યારબાદ જિલ્લા પંચાયત આર.સી. એચ.ઓ ડો. વિપુલ કલોરિયા અને ડો. કાલેરિયા સાહેબને રેડ રીબિન બાંધી હતી. તેમજ જિલ્લા ક્ષય ઓફિસ પર DTO ઝાલાને રેડ રીબિન બાંધી હતી. તેમજ માનવ સાંકળ બનાવી HIV એઇડ્સ વિશે જાગૃતતા ફેલાવવામાં આવી હતી.