મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેની ઘટનામાં અજાણ્યો વાહન ચાલક સામે ગુન્હો દાખલ મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેની હિટ એન્ડ રનની ઘટનામા અજાણ્યો વાહન ચાલક યુવાનને કચડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જેમાં અજાણ્યા વાહન માથે ફરી વળતા યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામથી આગળ વીસનાળા પાસે ગત તા. ૧૨ ના રાત્રિના સાડા નવેક વાગ્યે અજાણ્યો વાહન ચાલક હવાલા વાળુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મનોજભાઇ અશોકભાઇ વાકોડેને હડફેટે લઇ અકસ્માત કરી તેની ઉપર ટાયર ફેરવી દઇ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી પોતાના હવાલાવાળુ વાહન લઇ નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના સગા સંઘપાલ ઉર્ફે સંદીપ દાદારાવ વાકોડે મોરબી તાલુકા પો.સ્ટે.માં અજાણ્યો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.