વહેલી સવારે અજાણ્યો વાહન ચાલક મહિલાને હડફેટે લઈ મૃત્યુ નિપજાવી નાસી છૂટ્યો મોરબી : મોરબી જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે વહેલી સવારે શકત શનાળા ગામે ધર્મનગર સોસાયટીમાં રહેતા મહિલાને રાજપર રોડ ઉપર હડફેટે લઇ મૃત્યુ નિપજાવી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શકત શનાળા ગામે રાજપર રોડ ઉપર ધર્મનગર સોસાયટીમાં રહેતા વજીબેન રાજાભાઈ ખાંભલાને વહેલી સવારે અજાણ્યા વાહને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક વજીબેનના પુત્ર જગમાલભાઈ રાજાભાઈ ખાંભલાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.