મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 7 ઓગસ્ટ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ ત્રીજ, વાર બુધ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ. મહત્વપૂર્ણ ઘટનાઓ1880 – ઉચિત વક્તા પંડિત દુર્ગાપ્રસાદ મિશ્રા દ્વારા પ્રકાશિત અખબાર હતું.1944 – 'આઇબીએમ' કંપનીએ પ્રથમ પ્રોગ્રામ નિયંત્રિત ગણનયંત્ર (કેલક્યુલેટર), 'સ્વચાલિત અનુક્રમ નિયંત્રિત ગણનયંત્ર' (જે હાર્વર્ડ માર્ક-૧ તરીકે ઓળખાયું), સમર્પિત કર્યું.1947 – 'બોમ્બે મ્યુનિશિપલ કોર્પોરેશને' 'બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ' (બેસ્ટ,BEST)નો હવાલો સંભાળ્યો.1955 – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ', 'સોની'ની પૂર્વજ કંપનીએ, જાપાનમાં તેનો પ્રથમ ટ્રાન્ઝિસ્ટર રેડિયો વેંચ્યો.1960 – આઇવરી કોસ્ટ ફ્રાન્સથી સ્વતંત્ર થયું.1976 – વાઇકિંગ કાર્યક્રમ: 'વાઇકિંગ ૨' યાન મંગળની ભ્રમણકક્ષામાં દાખલ થયું.1996 – અમેરિકન વૈજ્ઞાનિકોએ 13,000 વર્ષ પહેલાં પૃથ્વી પર પડેલી ઉલ્કાના અવશેષોમાંથી મંગળ પર એક-કોષીય સજીવોની શક્યતા જાહેર કરી.1998 – કેન્યા અને તાન્ઝાનિયાની રાજધાનીઓમાં સ્થિત અમેરિકી દૂતાવાસો પર આતંકવાદી હુમલામાં 200 થી વધુ લોકોના મોત થયા.1999 – પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે વાતચીતની ઓફર કરી.2000 – રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા એક કાયદા પર હસ્તાક્ષર કરીને તેમની સત્તાનું વિસ્તરણ.2003 – બગદાદમાં જોર્ડન એમ્બેસીની બહાર કાર બોમ્બ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા.2005 – ઈઝરાયેલના નાણા મંત્રી બેન્જામિન નેતન્યાહુએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું.2016 – વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના સોળમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1702 - મુહમ્મદશાહ રોશન અખ્તર – મુઘલ વંશના 14મા સમ્રાટ હતા.1871 - અવનીન્દ્રનાથ ઠાકુર – પ્રસિદ્ધ કલાકાર અને લેખક.1900 - મલિક ખિઝર હયાત તિવાના – એક રાજકારણી, લશ્કરી અધિકારી અને ભારતના પંજાબ રાજ્યના જમીન માલિક હતા.1904 - વાસુદેવ શરણ અગ્રવાલ – ભારતના પ્રખ્યાત વિદ્વાન.1907 - સચિન્દ્ર લાલ સિંહ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને રાજનેતા હતા.1925 - એમ.એસ. સ્વામીનાથન – પ્રખ્યાત ભારતીય કૃષિ વૈજ્ઞાનિક અને ‘ગ્રીન રિવોલ્યુશન’ના નેતા.1934 – ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી કવિ અને વિવેચક1934 – ભોળાભાઈ પટેલ, ગુજરાતી લેખક (અ. ૨૦૧૨)1935 – રાજમોહન ગાંધી, શિક્ષણશાસ્ત્રી, રાજનૈતિક કાર્યકર્તા, જીવનચરિત્ર લેખક1954 – સુરેશ વાડકર, પાર્શ્ચગાયક1955 - સુરેશ વાડેકર – પ્રખ્યાત પ્લેબેક સિંગર.1959 – કોએનરાડ એલ્સ્ટ, ફ્લેમિશ લેખક અને જમણેરી પાંખના હિન્દુત્વના સમર્થકપ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1888 – નવલરામ પંડ્યા, ગુજરાતી ભાષાના વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર (જ. ૧૮૩૬)1901 – વીરચંદ રાઘવજી ગાંધી, જૈન વિદ્વાન, શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રતિનિધિ (જ. ૧૮૬૪)1941 - ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર – બંગાળી ભાષાના મહાન સાહિત્યકાર, જેમને ગીતાંજલિની રચના બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.1974 - વર્જિનિયા અપગર – અમેરિકન પ્રસૂતિશાસ્ત્રી એનેસ્થેટીસ્ટ હતી.1976 - પીસી અદિચન – ચોથી લોકસભાના સભ્ય2009 - ગુલશન બાવરા – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર હતા.2011 - નેન્સી વેક – બીજા વિશ્વ યુદ્ધના પ્રખ્યાત મહિલા યૌદ્ધા.2018 - એમ. કરુણાનિધિ – ભારતીય રાજકારણી અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. (જ. ૧૯૨૪)(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)