મોરબી : મોરબીના નાની વાવડી રોડ બાયપાસ ચોકડીની બાજુમાં નિશાળની સામે આવેલ ભીડભંજન હનુમાનજીના મંદિરે આજે તા.7 ને રવિવારે રાત્રે 10 કલાકે ગૌસેવાના લાભાર્થે જય ચિતોડ નામનું ઐતિહાસિક નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જય સાઉન્ડના સથવારે આ ઐતિહાસિક નાટક રજૂ કરવામાં આવશે. સાથેસાથે નાથાબાપાનો ઘરસંસાર નામનું હાસ્ય કોમિક રજૂ કરવામાં આવશે. તેથી આસપાસના લોકોને આ નાટક નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે.