મોરબી : મોરબીની હિરલ શાહને આ વર્ષનો યુથ આઇકોનનો સુપ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવયો છે. તેઓએ કોર્પોરેટ અને કૌટુંબિક બાબતોમાં મધ્યસ્થી અને કંસલ્ટેશનનાં ક્ષેત્રમાં વિશેષ કાર્ય કર્યું છે. આ વર્ષનો યુથ આઇકોન એવોર્ડ મેળવનાર હિરલ શાહે લીગલ સ્ટડી સાથે બિઝનેસ મેનેજમેન્ટ અને ઈંટરનેશનલ બિઝનેસમાં માસ્ટર્સ પણ પુરુ કર્યું છે, ઉપરાંત તે ઉત્તમ યોગા અને એરોબિકસ પ્રોફેશનલ પણ છે. તેમણે મહિલા સશક્તિકરણ, બાળ અને યુવા વિકાસ, પર્યાવરણ જાગરૂકતા, નાણાકીય ભંગાણ નિવારણ વગેરે જેવા વિષયો પર અસંખ્ય સેમિનાર કર્યા છે અને કોઈ પણ પરિસ્થિતિ તરફ પરંપરાગત અભિગમને બદલે અનન્ય દ્રષ્ટિકોણ ધરાવે છે. તેઓ કોઈ પણ માહિતી વિશાળ પ્રમાણમાં શોષી લેવાની સાથે સાથે એક ઉત્તમ સલાહકાર પણ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne