મોરબી : લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલ ગચ્છ શિરોમણી વિદ્યાનંદી પ.પૂ.ધન્યમુનિ મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્ર સિંહણ પરમ પૂજ્ય લીલાવંતીબાઈ મહાસતીજીના સુશિષ્યા સૌમ્ય સ્વરૂપી બા.બ્ર.પૂ.હીરાબાઈ મહાસતીજી તા.10-10-2018 ના રોજ સવારે 9.30 કલાકે કાળધર્મ પામ્યા છે. તેઓની પાલખી યાત્રા બપોરે 3.30 કલાકે મોરબીના પ્લોટ ઉપાશ્રયથી નીકળશે, આ દુઃખદ ઘટનાને પગલે મોરબી જૈન સમાજ દ્વારા દરેક જ્ઞાતિબંધુઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.