મોરબી : શહેરના ઉમા ટાઉનશિપ વિસ્તારમાં સમરસતા, સંસ્કાર અને સ્વાભિમાનના ઉજાસ સાથે 'હિન્દુ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સંમેલન સમિતિ (ઉમા વસ્તી) દ્વારા આયોજિત આ કાર્યક્રમ આવતીકાલે બુધવારે રાત્રે યોજાશે.કાર્યક્રમની વિગતો અને સ્થળહિન્દુ એકતાના મંત્ર સાથે યોજાનાર આ સંમેલન તારીખ 25-03-2026, બુધવારના રોજ રાત્રે 09:15 કલાકે ઉમા ટાઉનશિપમાં આવેલ ઉમિયા માતાજી મંદિર ચોક ખાતે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના તમામ હિન્દુ પરિવારોને ગૌરવપૂર્ણ ક્ષણોના ભાગીદાર બનવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.પૂજ્ય સંતોના આશીર્વચન અને વક્તાઓઆ દિવ્ય અવસરે જોધપર (નદી) સરસ્વતી નિકેતન આશ્રમના યોગાચાર્ય ભાણદેવજી મહારાજ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોરબી જિલ્લા મહાવિદ્યાલય પ્રમુખ હિતેશભાઈ ગોપાણી પ્રેરક ઉદબોધન આપશે.#Morbi #MorbiUpdate #HinduSammelan #UmaTownship #ReligiousNews #MorbiEvents #HinduUnity