જિલ્લા કલેકટર અને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને વિહિપ, બજરંગદળ અને ગૌરક્ષા ટીમ દ્વારા આવેદન આવેદન પાઠવાયું મોરબી : રાજ્યના અન્ય શહેરોની જેમ મોરબી શહેરમાં પણ ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા તેમજ કતલખાનાઓ બંધ કરાવવા વિહિપ,બજરંગ દળ તેમજ ગૌરક્ષા ટીમે જિલ્લા કલેકટર અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું છે. જોકે જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવાની કાર્યવાહી કરાશે તેવી નગર પાલિકાના ઉપપ્રમુખ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતના અન્ય શહેરોમાં ઈંડા તથા નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી થઇ રહી છે ત્યારે મોરબી શહેરમાં પણ જાહેર માર્ગો ઉપર નોનવેજ તેમજ ઈંડાની લારીઓ હટાવવામાં આવે તેમજ રેસિડેન્ટ વિસ્તારમાં તથા જાહેર માર્ગો પર કતલખાનાઓ બંધ કરવા સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ કતલખાનાઓ ચાલુ છે. સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તો ઉપરોક્ત મુદ્દે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક તેમજ દુર્ગાવાહિની ટીમે આવેદન મારફત રજૂઆત કરી છે.