ફિલ્મી એક્ટ્રેસ સારા અલી ખાન ચિત્રાગંદાસિંહ વિક્રાંત મેસી સહિતના કલાકારોએ ચાહકોમાં ભારે આકર્ષણ જગાવ્યું, ટ્રેનમાં ચડ ઉત્તરનું દ્રશ્ય ભજવાયા બાદ રફાળેશ્વર પાસે પણ શુટીંગ કરાયું મોરબી : બોલિવૂડની મહત્વાકાંક્ષી ફિલ્મ ગેસલાઈટનું છેલ્લા કેટલાક દિવસોથી મોરબી જિલ્લાના વિવિધ લોકેશન ઉપર શુટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બોલિવૂડના ખ્યાતનામ કલાકારો સારા અલી ખાન ચિત્રાગંદાસિંહ વિક્રાંત મેસી સહિતનો કાફલો મોરબી જિલ્લામાં મહેમાન બનીને ફિલ્મના અનેક સ્થળે વિવિધ દ્રશ્યોને ફિલ્મી કચકડે કંડારાવમાં આવ્યા છે. ત્યારે આજે આ ફિલ્મ માટે મોરબીના રેલવે સ્ટેશને શુટીંગ કરવામાં આવ્યું હતું. બોલિવૂડની મહત્વાકાંક્ષી ફિલ્મ ગેસલાઈટનું શુટીંગ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડના ખ્યાતનામ કલાકારો સારા અલી ખાન ચિત્રાગંદાસિંહ વિક્રાંત મેસી સહિતનો કાફલો મોરબી જિલ્લાનો મહેમાન બન્યો છે. આ કલાકારોના કાફલા સાથે મોરબી જિલ્લાના વિવિધ લોકેશન ઉપર શુટીંગ કરવામાં આવ્યું છે.ખાસ કરીને વાંકાનેરના રાજવી પેલેસમાં આ ફિલ્મ માટે મહત્વનું શુટીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે મોરબીના રેલવે સ્ટેશને આ ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડના ખ્યાતનામ કલાકરોને જોવા લોકો ઉમટી પડ્યા હતા અને ચાહકોમાં આ કલાકારોએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. મોરબી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી નીચે ઉતરી ફરી બેસે તેના દ્રશ્યને શૂટ કરવામાં આવ્યું હતું. તેમજ રફાળેશ્વર મંદિર પાસે પણ શુટીંગ કરવામાં આવ્યું હતું. હવે પછી વાંકાનેર ખાતે શુટીંગ કરાશે એવી માહિતી મળી છે.