મોરબી : મોરબી ઝોન-51માં તારીખ 11-03-2026ના રોજ ધોરણ 12 (HSC) ની બોર્ડ પરીક્ષા અંતર્ગત વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. આજે હિન્દી, વિજ્ઞાન પ્રવાહમાં કમ્પ્યુટર અને સાહિત્યમ-2 વિષયના પેપર લેવાયા હતા. આ પેપરમાં કુલ 25 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ આજના પેપરમાં મોટેભાગે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, જ્યારે અંગ્રેજી માધ્યમમાં માત્ર કમ્પ્યુટર વિષયના જ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. આજની પરીક્ષાના કુલ આંકડાઓ પર નજર કરીએ તો, ત્રણેય વિષયોમાં મળીને કુલ 1074 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા હતા. તેમાંથી 1049 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે કુલ 25 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા ન હતા.હિન્દી વિષયમાં સૌથી વધુ 24 વિદ્યાર્થીઓ ગેરહાજરઆજ રોજ લેવાયેલા ધોરણ 12 ના હિન્દી (SL-9) વિષયમાં કુલ 972 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 948 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 24 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. આ તમામ 972 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના હતા અને અંગ્રેજી માધ્યમમાં કોઈ વિદ્યાર્થી નોંધાયેલ ન હતો.વિજ્ઞાન પ્રવાહના કમ્પ્યુટર વિષયમાં માત્ર 1 ગેરહાજરધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આજે કમ્પ્યુટર (331) વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ગુજરાતી માધ્યમના 24 અને અંગ્રેજી માધ્યમના 68 મળીને કુલ 92 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 91 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે અંગ્રેજી માધ્યમનો 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.સાહિત્યમ-2 વિષયમાં 100 ટકા હાજરી નોંધાઈસાહિત્યમ-2 (706) વિષયની પરીક્ષામાં નોંધાયેલા તમામ 10 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતી માધ્યમના આ તમામ વિદ્યાર્થીઓ હાજર રહેતા આ વિષયમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો ન હતો એટલે કે 100 ટકા હાજરી રહી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratBoardExam #HSCExam2026 #GujaratNews #LatestNews