મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા અને રાત્રીના ફેટલ એટેક આવી ગયો, બપોરે 3 વાગ્યે સ્મશાન યાત્રા મોરબી : કોરોના મહામારી બાદ નાની વયે હાર્ટએટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મોરબીની ઠાકર લોજવાળા હિમાંશુભાઈ નરેન્દ્રભાઇ ઠાકર મિત્રો પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા બાદ ફેટલ હાર્ટએટેક આવી જતા ગત મોડીરાત્રે આ હાર્ટએટેક તેમના માટે જીવલેણ નીવડ્યો હતો, હાલમાં હિમાંશુભાઈના મૃતદેહને માદરે વતન મોરબી લાવવામાં આવી રહ્યો છે અને બપોરે ત્રણ કલાકે સ્મશાનયાત્રા રાખવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની જાણીતી ઠાકર લોજના માલિક ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ ઠાકર અને પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્ર હિમાંશુભાઈ (લાલો) નરેન્દ્રભાઇ ઠાકર ઉ.39 તેમના ભાઈ અને મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા ત્યારે ગતરાત્રીના 3 વાગ્યાના અરસામાં હિમાંશુભાઈને હાર્ટએટેક આવી જતા હૃદયરોગનો હુમલો તેમના માટે જાનલેવા નીવડ્યો હતો.હિમાંશુભાઈની અણધારી વિદાયથી મોરબી બ્રહ્મસમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે, મૃતક હિમાંશુભાઈને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળે છે, હાલમાં હિમાંશુભાઈના પાર્થિવ દેહને માદરે વતન મોરબી લાવવામાં આવી રહ્યો છે અને આજે શનિવારે બપોરે 3 કલાકે તેઓની સ્મશાનયાત્રા તેમના નિવાસ સ્થાન ઠાકર લોજ ખાતેથી વિદ્યુત સ્મશાનગૃહ લીલાપર રોડ જવા નીકળશે.