મોરબી : મોરબીના ઘૂંટુ ગામના એક યુવકે સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલા એક બાઇકની ચોરી થયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાઇક ચોરી અંગેની મળતી માહિતી મુજબ ઘુંટુ ગામના હરિનગરમાં રહેતા ગૌતમ ત્રિકુંભાઇ મોરાસણા નામના યુવકે મોરબી શહેરના સાવસર પ્લોટ નજીક આવેલ શ્રી હરિ કોમર્શીયલ કોમ્પલેક્ષ પાસે તેનું જીજે-3-ઇકયું-3509 નમ્બરનું રૂ. 25 હજારની કિંમતનું બાઇક પાર્ક કર્યું હતું. તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. યુવક જ્યારે તેનું બાઇક લેવા ગયો ત્યારે હાજર ન મળતા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate