મોરબી : માળીયા તાલુકાના 31 વિદ્યાસહાયકોએ 9 વર્ષની નોકરી સેવા પૂરી કરતા તેઓનું 9 વર્ષનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની દરખાસ્ત માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ માળીયા તાલુકાના 31 વિદ્યાસહાયકોના ઉચ્ચતમ પગારધોરણ મંજુર કરવામાં આવ્યું છે. માળિયા તાલુકામાં 10 વર્ષના બોન્ડ આધારિત તા.1-07-2014ના રોજ નિમણુંક પામેલ કુલ-31 વિદ્યાસહાયકોએ તા.1 - 07 - 2023 ના રોજ 9 વર્ષની નોકરી સેવા પૂરી કરતા તેઓનું 9 વર્ષનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની દરખાસ્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી-માળિયા ખાતે આજે જ તા.1 જુલાઈના રોજ તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી -મોરબી ખાતે આજે રજુ કરેલ હતી. આથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-મોરબી દ્વારા કુલ-31 શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત મંજૂર કરવા અંગેની કામગીરી આજે જ પૂર્ણ કરી શિક્ષકોને તેઓના મળવાપાત્ર લાભ તે જ દિવસે આપવા અંગેની સરાહનીય કામગીરી કરી ઉચ્ચતર પગાર ધોરણના હુકમ કરી આપેલ છે. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ- માળિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી પી.વી.અંબારિયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી ડી.આર.ગરચર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, માળિયા ડૉ. શર્મીલાબેન હુમલનો તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથારીયાનો હદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા યોગેશભાઈ પટેલ તેમજ તાલુકા કચેરીમાં કચેરી, માળિયામાં ફરજ બજાવતા હાર્દિકભાઈ પટેલ અને નિરંજની નરેન્દ્રભાઈનો આ કામગીરીમાં ખુબ સહકાર મળેલ હોય તેઓનો પણ આભાર વ્યક્ત કરે છે.