સમગ્ર રાજ્યમાં યોજાનાર લોક અદાલતો અંગે જનતામાં જાગૃતતા લાવવા ઈન્ટરવ્યુ યોજાયો મોરબી : સમગ્ર રાજ્યમાં યોજાનાર લોક અદાલતોની જાગૃતતા બાબતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ આર. એમ. છાયા દ્વારા ડી.ડી. ગીરનાર પર જનજાગૃતિ અર્થે ઈન્ટરવ્યુ આપવામા આવેલ છે, જેનું પ્રસારણ તા. 19ના રોજ સાંજે 8 કલાકે ડી.ડી. ગીરનાર ચેનલ પર થનાર છે તથા પુનઃ પ્રસારણ તા. 23ના રોજ સાંજે 8 કલાકે ડી.ડી. ગીરનાર ચેનલ પર થનાર છે તથા તે યુ-ટ્યુબ પર પણ દર્શાવવામાં આવનાર છે. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નાલસાના દીશા-નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ કાનુની સેવા અને સલાહને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો મારફતે સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવતી હોય છે. આ કાનુની સેવા અને સલાહની પ્રવૃતિઓ પૈકી સમગ્ર રાજયમાં લોક અદાલતોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. લોક અદાલત તે વૈકલ્પિક તકરાર નિવારણ પધ્ધિતઓ પૈકી સમાધાન રાહે તકરારનું નિવારણ કરવા માટેનો ઉત્તમ વિકલ્પ છે અને આજદીન સુધી યોજાયેલ લોક અદાલતોમાં ઘણી સારી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. સમગ્ર વર્ષ દરમ્યાન નાલસાના દીશા-નિર્દેશો મુજબ સમગ્ર રાજયમાં યોજાનાર લોક અદાલતોની જાગૃતતા બાબતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ આર. એમ. છાયા એ ડી.ડી. ગીરનાર પર જનજાગૃતિ અર્થે ઈન્ટરવ્યુ આપેલ છે. જેનું પ્રસારણ તા. 19ના રોજ સાંજે 8 કલાકે ડી.ડી. ગીરનાર ચેનલ પર થનાર છે તથા પુનઃ પ્રસારણ તા. 23ના રોજ સાંજે 8 કલાકે ડી.ડી. ગીરનાર ચેનલ પર થનાર છે. આ કાર્યક્રમમાં લોક અદાલતમાં ક્યા કેસો મુકી શકાય તેમજ ક્યા કેસો ન મુકી શકાય, લોક અદાલતમાં સમાધાન કરવાના ફાયદાઓ વિગેરે વિષયો બાબતે ઝીણવટપૂર્વક ચર્ચા કરેલ છે. તેમજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રોન-ઈન-ચીફ અરવિંદકુમાર એ પણ સમગ્ર રાજયના લોકોમાં લોક અદાલતની જાગૃતી આવે અને લોકો લોક અદાલતનો મહત્તમ લાભ લે તે અર્થે પોતાનો સંદેશો પણ આપેલ છે. આ કાર્યક્રમનું યુ ટ્યુબ લીંક http://youtube/5GFrojkBU50 પર પણ પ્રસારણ થવાનું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..