મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ, રાજપર ચેક પોસ્ટ શનાળા બાયપાસ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધારતા ઊંચા બમ્પની હાઈટ ઘટાડવાની કામગીરી રાતોરાત હાથ ધરવામાં આવી છે.R&B વિભાગ અને પોલીસના સંકલનથી રાત્રે જ કામગીરી શરૂપ્રાપ્ત વિગતો અનુસાર, રાજપર ચેક પોસ્ટ શનાળા બાયપાસ ખાતે અગાઉ મૂકવામાં આવેલા અત્યંત ઊંચા બમ્પને કારણે વાહનોની ગતિ ધીમી પડી જતી હતી, જેને પગલે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. આ સમસ્યાના કાયમી નિવારણ માટે ટ્રાફિક શાખા દ્વારા R&B (માર્ગ અને મકાન વિભાગ) ના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતત ટેલિફોનિક ચર્ચા અને સંકલન કરવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ, ગઈકાલે રાત્રિના સમયે ટ્રાફિક શાખા, સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનોની હાજરીમાં રસ્તાની એક તરફના ઊંચા બમ્પ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.ત્રણ મોટા બમ્પ તોડી, બે નાના બમ્પ બનાવાયાઆ કામગીરી અંતર્ગત રસ્તાની એક સાઈડના ત્રણ જેટલા ઊંચા બમ્પ તોડી પાડવામાં આવ્યા છે અને તેના સ્થાને વાહનો સરળતાથી પસાર થઈ શકે તેવા ઓછી હાઈટના બે નાના બમ્પ નાખવામાં આવ્યા છે. બમ્પની હાઈટ ઘટતા હવે આ રૂટ પર વાહનોની ગતિ જળવાઈ રહેશે અને ટ્રાફિક જામની સમસ્યામાં મોટી રાહત મળશે.સામેની સાઈડના બમ્પ બે દિવસમાં હટાવાશેતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રસ્તાની બીજી બાજુ (સામેની સાઈડ) આવેલા 3 થી 4 જેટલા ઊંચા બમ્પ પણ આગામી બે દિવસ બાદ હટાવીને નાના કરી દેવામાં આવશે. આ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ શનાળા બાયપાસ અને રાજપર ચેક પોસ્ટ વિસ્તારમાંથી ટ્રાફિક એકદમ 'સ્મૂથલી' પસાર થઈ શકશે અને હજારો વાહનચાલકોને રોજિંદી ટ્રાફિકની માથાકૂટમાંથી છુટકારો મળશે.