25 જુલાઈ વહેલી સવારે 4 વાગ્યે દરવાજા ખોલાશે : નદીમાં 49000 ક્યુસેક પાણી છોડાશેમોરબી: મોરબી તાલુકાના જોધપર ગામ નજીક આવેલા મચ્છુ-2 જળાશયના ઉપરવાસમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની જંગી આવક નોંધાઈ રહી છે. જળાશય મહત્તમ સપાટીએ ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધતી જળસપાટીને ધ્યાને લઈ આવતીકાલે 25 જુલાઈના રોજ વહેલી સવારે 04:00 કલાકે ડેમના પાટિયા ખોલી 49000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે.પાણીના પ્રવાહને પગલે સાવચેતીના ભાગરૂપે મચ્છુ-2 ડેમના નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મીં) તાલુકાના કુલ 29 ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે.એલર્ટ કરાયેલા ગામોની યાદી:મોરબી તાલુકાના 20 ગામો: મોરબી શહેર ઉપરાંત જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર.માળિયા (મીં) તાલુકાના 9 ગામો: વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા.જિલ્લા વહીવટી તંત્ર અને બળવંતસિંહ જાડેજા દ્વારા નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા, પશુઓને નદીપટમાં ન લઈ જવા તથા પોતાની માલ-મિલકત સલામત સ્થળે ખસેડવા ખાસ અપીલ કરવામાં આવી છે. તમામ નાગરિકોને વહીવટી તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરી સહયોગ આપવા અનુરોધ કરાયો છે.#Morbi #MorbiUpdate #Macchu2Dam #HighAlert #HeavyRain #MorbiNews #Monsoon2026 #Maliya