એલસીબીની કાર્યવાહી : અન્ય એકનું નામ ખુલતા તેને પકડી પાડવાની તજવીજ મોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં કલરના ડબ્બાઓમાં છુપાવેલા રૂ. 65 હજારના વિદેશી દારૂ સાથે એલસીબીએ એક શખ્સને પકડી પાડ્યો છે. આ સાથે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પણ પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ બાતમીના આધારે વાપીથી કલરના સિલપેક ડબ્બાઓમા લવાયેલા રૂ. 65 હજારની કિંમતના 230 નંગ વિદેશી દારૂના જથ્થા સાથે લાતી પ્લોટમાંથી મંજુરહુસેન અબ્દુલભાઈ ઘાંચી રહે. મહેન્દ્રપરા વાળાને પકડી પાડ્યો હતો. આ શખ્સ કલરના ડબ્બામાં છુપાવીને ટ્રાન્સપોર્ટ મારફતે આ દારૂનો જથ્થો મેળવતો હતો. દારૂના જથ્થા સાથે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેને આ જથ્થો સુનિલ પટેલ રહે. વાપી વાળા પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ સામે પણ એલસીબીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.