વતન મધ્યપ્રદેશમાં દેણું વધી જતાં મોરબી કામ મેળવવા આવ્યા બાદ અંતિમ પગલું ભરી લીધું મોરબી : મધ્યપ્રદેશ વતનમાં દેણું વધી જતાં મોરબી કામ કરવા આવેલા શ્રમિકને કામ ન મળતા બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે તાલુકા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ મધ્યપ્રદેશના દેવાંસ જિલ્લાના છતરપુરા ગામનો વતની અને હાલ સાપર ગામની સીમમાં રોસિલેન્ડ મિનરલ કારખાનાના લેબર કવાટર્સમાં પરિચિતને ત્યાં આવેલા દિનેશભાઇ મોહનભાઇ બામણીયા નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે કૈલાસભાઇ રેવારામ મેવાડાએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક દિનેશભાઇ મોહનભાઇ બામણીયાને પોતાના વતનમાં દેણુ વધી ગયેલ જેથી મોરબી ખાતે મજુરી કામ અર્થે આવેલ હોય મજુરી કામ નહી મળતા લાગી આવતા પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે પોલીસે એડી નોંધી વધુ તપાસ શરૂ કરી છે.