ટંકારા : મૂળ ટંકારા તાલુકાના રોહિશાળા ગામના વતની અને રાજકોટમાં કિશોરસિંહજી પ્રાથમિક શાળા નંબર-1ના આચાર્ય તરીકે ફરજ બજાવતા હેતલબેન માલજીભાઈ પારીઆએ પ્રો. ડાયરેક્ટર ડો. ભદ્રાયુ વછરાજાનીના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ 'શિક્ષકોની કથાઓ : શિક્ષકોના વિકાસનો એક ગુણાત્મક અભ્યાસ' શિક્ષણ શાખામાં રજૂ કરેલ છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે. હેતલબેનએ ડોક્ટરેટની ડિગ્રી મેળવીને પારીઆ પરિવારનું ગૌરવ વધારેલ છે. જે બદલ પારીઆ પરિવાર દ્વારા હેતલબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.