ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના ખેડુત અને સમાજસેવક દેવરાજભાઇ સંઘાણીએ પોતાની વાડીમાં વાવેલ 400 કિલો તાજા તરબૂચ પોતાની ગાડી ભરીને મોરબીના જોધપર ખાતે ચાલતા પાટીદાર કોરોના કેર સેન્ટર ખાતે પહોંચાડ્યા છે. આમ, દેવરાજભાઈએ કોરોના દર્દીઓ માટે યથાશક્તિ મદદ કરી કોરોના સંકટ દરમિયાન અન્ય લોકોએ પણ આગળ આવવા પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી જગતના તાતની સાર્થક ભુમિકા ભજવી છે.