જે.એ.પટેલ કોલેજમાં હિમોગ્લોબીન નિદાન અને સારવાર કેમ્પ યોજાયો મોરબી : મોરબીની જે.એ.પટેલ મહિલા કોલેજ ડી.એમ.એલ.ટી.કોલેજ તથા બિ.ટી. સવાણી કિડની હોસ્પિટલ અને કુંડારિયા કેન્સર પ્રીવેંશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હિમોગ્લોબીન નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. હિમોગ્લોબીન નિદાન અને સારવાર કેમ્પમાં આશરે કોલેજની 1 હજાર જેટલી વિદ્યાર્થીનીઓના હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ઓછા હિમોગ્લોબિન ધરાવતી વિદ્યાર્થીનીઓને દવા આપવામાં આવી હતી. આ વિધાર્થીનીઓને સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર વિશે વિગતવાર માહિતી આપવા માટે એક મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના સરસ આયોજન બદલ કિશોરભાઈ કુંડારિયા અને શાંતિભાઈ ફળદુનો સંસ્થાએ આભાર માન્યો હતો