ડી.ઈ.ઓ. કચેરીમાં શરૂ કરેલા કંટ્રોલ રૂમ નંબર બંધ થતાં વિધાર્થીઓ મૂંઝાયા મોરબી : મોરબીમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.પણ વિધાર્થીઓને પરીક્ષાલક્ષી મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ડી.ઈ.ઓ. કચેરીમાં શરૂ કરાયેલો હેલ્પલાઇન નંબર અણીના સમયે જ બંધ થઈ ગયો હતો. જો કે આ હેલ્પલાઇન સેવા ગઈકાલથી બંધ થઈ જતા તંત્રની મોટી ખામી સામે આવી હતી અને અણીના સમયે જ હેલ્પલાઇન નંબર બંધ થતાં વિધાર્થીઓ મૂંઝાયા હતા. મોરબી જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાઓ એક્દમ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ છે. જો કે બોર્ડના પરિક્ષાર્થીઓના મૂંઝવતા પ્રશ્નો અંગે તાત્કાલિક માર્ગદર્શન આપી શકાય તે માટે બોર્ડની પરીક્ષા અગાઉ મોરબીની ડી.ઈ.ઓ. કચેરીમાં કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં ડી.ઇ.ઓ.ના કંટ્રોલરૂમ નંબર 02822 222875 છે. જેમાં બોર્ડના વિધાર્થીઓના માર્ગદર્શન માટે આ નંબર જાહેર કર્યો છે. પરંતુ આ હેલ્પલાઇન નંબર ગઈકાલથી બંધ આવે છે. જેમાં રીગ જાય છે. પણ કોઈ રિસીવ કરતું નથી. આ કન્ટ્રોલ રૂમનો નંબર ગઈકાલથી બંધ હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી અને આજે બોર્ડની પરીક્ષા સમયે જ માર્ગદર્શન માટે મહત્વની હેલ્પલાઇન સેવા બંધ થતાં વિધાર્થીઓને પોતાના મૂંઝવતા પ્રશ્નોની માહિતી મેળવી ન શકતા ભારે મૂંઝાયા હતા. અણીના સમયે તંત્રની આ મોટી ખામી સામે આવતા વિધાર્થીઓ અને વાલીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.